ભવ્ય શાળા સંકુલનું ઉદઘાટન પાટડીના શ્રી ખેરવા પે સેન્ટર શાળાના નવા 14 રૂમનું ભવ્ય સંકુલનું ઉદઘાટન અને અર્પણવિધિ યોજવામાં આવી

0
જેમાં બાલવાટિકાથી ધોરણ 8 માટેના રૂમો, આચાર્ય અને સ્ટાફ માટે ઓફિસ, એક કોમ્યુટર ખંડ, એક વિજ્ઞાન ખંડ, એક પુસ્તકાલય, વિશાળ પ્રાર્થના ખંડ સાથે ભવ્ય સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું 
પાટડીના શ્રી ખેરવા પે સેન્ટર શાળાના નવા ૧૪ રૂમનું ભવ્ય સંકુલનું ઉદઘાટન અને અર્પણવિધિ યોજવામાં આવી હતી. જેમાં બાલવાટિકાથી ધોરણ 8 માટેના રૂમો, આચાર્ય અને સ્ટાફ માટે ઓફિસ, એક કોમ્યુટર ખંડ, એક વિજ્ઞાન ખંડ, એક પુસ્તકાલય, વિશાળ પ્રાર્થના ખંડ સાથે ભવ્ય સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
પાટડી તાલુકાના ખેરવા ગામે ઉઘાડી આંખે જોયેલું વિરાટ સપનું પૂર્ણ થયું હતુ. જેમાં સમગ્ર ખેરવા ગામના ગ્રામજનોના અદભૂત સહકાર અને પ્રોજેક્ટ લાઇફના સહયોગથી શ્રી ખેરવા પે સેન્ટર શાળાના નવા 14 રૂમનું ભવ્ય સંકુલ જેમાં બાલવાટિકાથી ધોરણ 8 માટેના રૂમો, આચાર્ય અને સ્ટાફ માટે ઓફિસ, એક કોમ્યુટર ખંડ, એક વિજ્ઞાન ખંડ, એક પુસ્તકાલય, વિશાળ પ્રાર્થના ખંડ સાથે ભવ્ય સંકુલનું નિર્માણ કરી પૂર્ણ કરી નવા સંકુલનું ઉદઘાટન અને અર્પણવિધિ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે, સંસ્થા લાઇફ અને સમગ્ર ગામ દ્વારા દાતાનું ભવ્ય સન્માન કરવાનું નક્કી થયું હતું. જેમાં દાતાને શણગારેલા ટ્રેક્ટર રથમાં સ્થાન આપીને શોભાયાત્રા રૂપે ગામની શેરીઓમાં થઈને શાળાના નૂતન સંકુલ પર લાવવામાં આવ્યા હતા. અદભુત અને પદ્ધતિસરના વિશિષ્ટ આયોજન થકી કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો. 
આ કાર્યક્રમમાં લાઇફ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શશીકાંતભાઈ કોટીચા, લાઇફ સંસ્થાના જોઇન્ટ મેનેજિંગ ટ્રસ્ટી કિરીટભાઈ વસા, દાતા પરિવારમાંથી અમેરિકાથી ડૉ. કપિલા વોરા અને ડૉ. સુરેશ વોરા તેમજ અમેરિકાથી બીજા મહેમાનોમાં ભરતભાઈ પટેલ, ઘનશ્યામભાઈ મણિયાર સાથે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ઈલાબેન નાથાભાઈ સંઘાણી, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દેવાભાઈ સભાડ, તાલુકા શિક્ષણાધિકારી આંબુભાઇ સોલંકી સાથે કેળવણી નિરીક્ષક વિરેન્દ્રસિંહ ઝાલાએ ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો. 

આ અંગે શાળાના આચાર્ય વિરમભાઇ ડાંગરે જણાવ્યું હતું કે, ઉઘાડી આંખે ખેરવા ગામ અને સમગ્ર વિસ્તારના બાળકો માટે જોયેલું સપનું આજે પૂર્ણ થયું. અને હવે ચાલશે શિક્ષણનો મહાયજ્ઞ જે આવનાર સમયમાં ખેરવા ગામ અને સમગ્ર વિસ્તારને શિક્ષણ થકી એક નવી ઓળખ આપશે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top