સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા લારીધારકો માટે આવતીકાલ પાલિકા બજાર, ટાગોર બાગ પાછળ, સુરેન્દ્રનગર ખાતે ડ્રોનું આયોજન

0
ફેરિયાઓને ફાળવેલ જગ્યા અન્યને તબદીલ કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા લારીધારકો માટે વેજીટેબલ માર્કેટ, ફુટ માર્કેટ તથા અન્ય ફેરીયાઓ માટે આગાઉ એક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી. જે અન્વયે શહેરના મુખ્ય માર્ગો ઉપર ધંધો કરતા ફેરીયાઓના ફોર્મ ભરાવીને સર્વે કરવામાં આવ્યો હતો. ફેરીયાઓને ધંઘો કરવા માટે જગ્યા ફાળવવા અંગે ડ્રો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ડ્રો આવતીકાલ તા.૦૩/૦૩/૨૦૨૫, સોમવાર સાંજે ૦૪:૦૦ કલાકે પાલિકા બજાર, ટાગોર બાગ પાછળ, સુરેન્દ્રનગર ખાતે રાખવામાં આવ્યો છે. શેરી ફેરિયાઓની યાદી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનાં નોટિસ બોર્ડ પર પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ યાદીમાં સમાવિષ્ટ શેરી ફેરિયાઓને ડ્રોમાં હાજર રહેવા જણાવવામાં આવે છે.
મહાનગરપાલિકા ખાતે ભરાયેલા ફોર્મ પૈકી પ્રાથમિક ચકાસણી બાદ જે ઓળખકાર્ડ ધારક ફેરીયાઓ છે, તેઓનો સમાવેશ ડ્રોમાં અગ્રતાના ધોરણે કરવામાં આવ્યો છે. આથી જાહેર યાદી મુજબના લાભાર્થીઓ પૈકી જે લાભાર્થીઓ ગેરહજાર રહેશે તેઓને અન્ય તક આપવામા આવશે નહી.
આ ડ્રો દરમ્યાન જે ફેરિયાઓને જગ્યા ફાળવવામાં આવશે તે જગ્યાનો ઉપયોગ કરવાનો રહેશે. તેમજ જેતે ફેરિયાઓને ફાળવેલ જગ્યા અન્યને તબદીલ કરવામાં આવ્યાનું માલુમ પડશે તો તેઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે, જેની તમામે ખાસ નોંધ લેવા જણાવવામાં આવે છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top