રાજ્યો વચ્ચે એકતાની ભાવનાને પ્રોત્સાહિત કરવા ખેલકૂદનું માધ્યમ ખૂબ જ પ્રભાવશાળી, યુનિફોર્મ સર્વિસમાં હંમેશા ખેલકૂદને અગ્રીમ સ્થાન આપવામાં આવી રહ્યું છે: રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય
દેશના વિવિધ રાજ્યોમાંથી આ સ્પર્ધામાં સહભાગી થવા પધારેલા તમામ સ્પર્ધકોનું ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ તરફથી સ્વાગત કરતા ગુજરાત રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે કહ્યું હતું કે, મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલની આ ભૂમિ પર ઓલ ઇન્ડિયા પોલીસ એકવેટીક ક્લસ્ટર ચેમ્પિયનશિપ સ્પર્ધાનું આયોજન કરવા બદલ ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ તથા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના વડાશ્રીનો આભાર વ્યક્ત કરું છું.
ભારતના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ દળ તેમજ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના જવાનો વચ્ચે વિવિધ રમત-ગમત સ્પર્ધાઓનું આયોજન દર વર્ષે ઓલ ઇન્ડિયા પોલીસ સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ દ્વારા કરવામાં આવે છે. રમતોને અલગ અલગ ક્લસ્ટરમાં વહેંચીને તેની યજમાની વિવિધ રાજ્યોમાં સ્થિત પોલીસ દળને સોંપીને, આ સ્પર્ધાઓ ભારતભરમાં યોજવામાં આવે છે. આ વર્ષે એક્વેટિક ક્લસ્ટરની સ્પર્ધાઓનું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું છે. જેની યજમાની ગુજરાત યુનિટ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ગુજરાત યુનિટ કરી રહ્યું છે.
આ સમારોહમાં સી.આર.પી.એફ સ્પે. ડીજીપી શ્રી વિતુલકુમાર, સી.આર.પી.એફ સાઉથ ઝોન એડિશનલ ડી.જી.પી શ્રી રવિદિપ સિંઘ શાહી, આઇ.બી. એડિશનલ ડી.જી.પી શ્રી રાજીવ આહીર, ગુજરાતના એડિશનલ ડી.જી.પી શ્રી શ્રી રાજુ ભાર્ગવ, વેસ્ટર્ન સેકટર સી,આર.પી.એફ શ્રી વિરેન્દ્ર અગ્રવાલ સહિત મહાનુભાવો તેમજ વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ દળ તેમજ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના સ્પર્ધક જવાનો ઉપસ્થિત રહ્યા હતા.