સુરેન્દ્રનગર દ્વારા તા.૨૯/૦૩/૨૦૨૫ ના રોજ સુરેન્દ્રનગર સ્પેશ્યલ ઓપરેશન ગૃપ દ્વારા જીલ્લામાં આવેલ હોટલ/ધાબા/ગેસ્ટ હાઉસના સંચાલકોની મીટીંગનુ આયોજન કરવામાં આવ્યું હતું.
ડૉ.ગીરીશ પંડયા સાહેબ,(IPS) નાયબ પોલીસ મહાનિરીક્ષક સુરેન્દ્રનગરનાઓના માર્ગદર્શન હેઠળ સ્પેશ્યલ ઓપરેશન ગૃપ જિલ્લામાં આવેલ હોટલ/ધાબા/ગેસ્ટહાઉસના સંચાલકોની મીટીંગનુ આયોજન કરી તમામને પથિક સોફટવેરમાં એન્ટ્રી કરવા તથા ફરજીયાત પણે સી.સી.ટી.વી. કેમેરા લગાવવા તેમજ હોટલની બહાર હાઇડે ફીનેશન કેમેરા તથા નાઇટ વિઝન કેમેરા લગાવવા માટે તથા રજીસ્ટરોની વ્યવસ્થિત રીતે નિભાવણી કરવા તેમજ ૦૭ દિવસથી વધુ સમય કોઇ પણ હોટલમા રહે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા તથા વિદેશી નાગરીકોના કેસમા ફરજીયાત C-FORM ભરવા સારૂ સુચના તેમજ માર્ગદર્શન આપવામાં આવેલ હતુ.

ત્યારે આ યોજાયેલ મિટિંગમા હોટલ એસોસિએશનના પ્રમુખ શ્રી યુવરાજસિંહ મોરી તથા હોટલ/ઢાબા/ગેસ્ટહાઉસ/રેસ્ટોરન્ટના માલિક/સંચાલકોની રજુઆતોને સાંભળી નિરાકરણ લાવવામાં આવેલ હતુ.