વઢવાણ ગણપતી ફાટસર ફાટક પાસે ભોગાવો નદીના પુલ નીચે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા પાંચ ઈસમોને રોકડા રૂપીયા ૧૬,૯૫૦ તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ.૨૬,૪૫૦ના મુદામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર નાયબ પોલીસ મહાનિરીક્ષક ગીરીશ પંડયા તેમજ નાયબ પોલીસ અધિક્ષક વી.બી.જાડેજાએ વઢવાણ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેકટર એ.આર.પટેલને સુચના કરતા તેઓના માર્ગદર્શન મુજબ વઢવાણ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડ તથા બીટ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ ફરી બાતમીદારો પાસેથી હકિકતો મેળવી પ્રોહિ/જુગારના સફળ કેશો શોધી કાઢવા પ્રયત્ન કરતાં વઢવાણ ગણપતી ફાટસર ફાટક પાસે ભોગાવો નદીના પુલ નીચે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા (૧) ખોડાભાઇ કરમશીભાઈ વાણોદા (યુ.કોળી) ઉ.વ-૩૯ (૨) અનિલભાઇ કેશુભાઇ સીતાપરા (ચુ.કોળી) ઉ.વ-૨૧ (૩) હીરેનભાઇ ગણેશભાઇ નદાશીયા (ચુ.કોળી) ઉ.વ-૨૫ (૪) વિશાલભાઈ શૈલેશભાઇ ઝાલા (યુ.કોળી) ઉ.વ-૨૧ (૫) વિપુલભાઇ મનસુખભાઈ પનારા (ચુ.કોળી) ઉ.વ-૨૬ રહે.તમામ વઢવાણ દુધની ડેરી પાછળ નકલંકપરા તા.વઢવાણ સહિતનાને રોકડા રૂપીયા ૧૬,૯૫૦ તથા મોબાઇલ નંગ-૩ કિ.રૂ.૯૫૦૦ તથા ગુડદી પાસા નંગ-૨ કિ.રૂ.00મળી કુલ મુદામાલ કિ.રૂ.૨૬૪૫૦ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કામગીરી પોલીસ ઈન્સપેકટર એ.આર.પટેલ, પો.સબ.ઇન્સ. વી.આઈ.ખડીયા, એ.એસ.આઈ. ડી.જે.ઝાલા, રવીન્દ્રસિંહ જેમુભા પો.હેડ.કોન્સ, દિલીપભાઈ રસીકભાઈ પો.હેડકોન્સ, દીપકકુમાર ચુનીલાલ પો.કોન્સ., જયપાલસિંહ સુરૂભા પો.કોન્સ, ઘનશ્યામભાઈ શંકરભાઈ પો.કોન્સ., અરવિંદભાઈ રામસંગભાઇ પો.કોન્સ., મહાવીરસિંહ ગંભીરસિંહ પો.કોન્સ નાઓ સહિત પોલીસ અધિકારી કર્મચારી રોકાયેલ હતા.