ચોરણીયા ગામના પાટિયા પાસે ડમ્પર અને સ્કૂલ બસ વચ્ચે ટક્કર:સુરેન્દ્રનગર લીંબડી-અમદાવાદ હાઈવે પર સ્કૂલ બસનો અકસ્માત નડ્યો

0
અકસ્માતમાં અંદાજે ૫૭ બાળકો સાથેની ટ્રાવેલ્સ ડમ્પર સાથે અથડાતા અંદાજે ૯ વિદ્યાર્થીઓ મળી ૧૧ લોકો ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો હતો. જેમાં લીંબડીથી દ્વારકા જઈ રહેલી પ્રાથમિક શાળાના પ્રવાસની ટ્રાવેલ્સ બસ ડમ્પર સાથે અથડાતા વિદ્યાર્થી સહિત શિક્ષકો ઈજાગ્રસ્ત થયા લીંબડી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો હતો. જેમાં લીંબડીથી દ્વારકા જઈ રહેલી પ્રાથમિક શાળાના પ્રવાસની ટ્રાવેલ્સમાં કુલ અંદાજે ૫૭ બાળકો મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે ચોરણીયા ગામના પાટિયા પાસે ડમ્પર અને સ્કૂલ બસ વચ્ચે ટક્કર થતાં આ અકસ્માતમાં નવ વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે. અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે લીંબડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત અંગેનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top