સુરેન્દ્રનગર બીડીવીઝન સર્વેલન્સ ટીમે બે ઇસમોને ચાઇનીઝ દોરીના ૨૫ ફીરકા સાથે ઝડપી પાડયા

0

    સુરેન્દ્રનગર સીટી બી ડીવી.સર્વેલન્સ ટીમે શહેરના આદર્શ સોસાયટી પાછળ મફતીયા પરામા જાહેરમાં ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા બે ઇસમોને મોનો ફીલ ગોલ્ડ લખેલ કુલ ફીરકી નં.૨૫ કિ રૂ ૭,૫૦૦ ના મુદામાલ સાથે પક્ડી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર જીલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક ડો.ગીરીશ પંડયાનાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ માટે મે.જીલ્લા મેજી.સા સુ.નગરના ચાઇનીઝ તુકકલ દોરીના જાહેરનામાં અન્વયે કામગીરી કરવા નાયબ પોલીસ અધિક્ષક વી.બી.જાડેજા સુરેન્દ્રનગર ડીવીઝનનાને સુચના આપેલ આથી 
    નાયબ પોલીસ અધિક્ષક વી.બી.જાડેજાએ સુરેન્દ્રનગર સીટી બી ડીવી. પોલીસ મથકનાના પ્રો.નાયબ પોલીસ અધિક્ષક રિદ્ધિ ગુમે તથા પો.ઇન્સ એમ.એચ.પઠાણને પોલીસ મથકના વિસ્તારમાં કામગીરી કરવા સુચના, માર્ગદર્શન આપતા હતી. આથી પો.સબ ઇન્સ. એ.આર.ડાંગર સ્ટાફના માણસોને સુચના તેમજ માર્ગદર્શન આપેલ. જે અન્વયે પોલીસ સ્ટાફે ચાઇનીઝ તુકકલ દોરીના જાહેરનામા અન્વયે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો કોન્સ બળદેવસિંહ પરબતસિંહ પઢીયારને મળેવ બાતમી આધારે હકીક્ત મળેલ કે સાહીલભાઇ સુનીલકુમાર ત્રીવેદી રહે.વઢવાણ પાવર હાઉસ સામે આદર્શ સોસાયટી પાછળ મફતીયાપરૂ વાળો વઢવાણ આદર્શ સોસાયટી પાછળ મફતીયા પરાના નાકે જાહેરમા ઉભો રહી પોતાના કબજા રહેલ ગે.કા.ચાઇનીઝ દોરી રાખી વેપાર ધંધો કરે છે. જે આધારે રેઇડ કરતા સાહીલભાઇ સુનીલકુમાર ત્રીવેદી જાતે બ્રાહ્મણ ઉ.વ.૧૯ ધંધો અભ્યાસ રહે.વઢવાણ પાવર હાઉસ સામે આદર્શ સોસાયટી પાછળ મફતીયાપરૂ તા.વઢવાણ જી.સુરેન્દ્રનગરવાળો પોતાના કબ્જામાં મોનો ફીલ ગોલ્ડ લખેલ ફીરકી નંગ-૦૬ કી.રૂ.૧૮૦૦નો મુદામાલ ગેરકાયદે રાખી મુદામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાઇ જઇ ગુનો કરેલ હોય. જેથી મજકુર આરોપી વિરૂધ્ધ સુરેન્દ્રનગર સીટી બી ડીવી. પોલીસ મથકે ખાતે ગુનો રજીસ્ટ્રર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.  જયારે આ અંગે પોલીસે આરોપીની વધુ તપાસ હાથ ધરતા તપાસ દરમ્યાન આરોપી વિમલભાઇ જયેશભાઇ વિમલ જયેશભાઇ રહે.પાવર હાઉસ સામે આદર્શ સોસાયટી પાછળ મફતીયાપરા વાળા પાસેથી ચાઇનીઝ દોરી લાવ્યાનું કબુલાત કરતા પોલીસે આરોપી આરોપી વિમલભાઇ જયેશભાઈ રહે પાવર હાઉસ સામે આદર્શ સોસાયટી પાછળ મફતીયાપરા વાળા મોનો ફીલ ગોલ્ડ લખેલ ફીરકી નંગ-૧૯ કિ રૂ ૫,૭૦૦ ચાઇનીઝ દોરીની ફીરકીઓના મુદામાલ સાથે પક્ડી પાડી આરોપીને અટક કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ હતી. 
    આ કામગીરી કરનાર સુરેન્દ્રનગર સીટી બી ડીવી. પોલીસ મથકના પોલીસ સબઇન્સ. એ.આર.ડાંગર, એ.એસ.આઇ. એન.ડી.ચુડાસમા, પો.હેડ કોન્સ દિલીપભાઇ ભુપતભાઇ,અજીતસિંહ નાગજીભા, પો.કોન્સ બળદેવસિંહ પરબતસિંહ,અજયસિંહ અણદભાઇસ,હરપાલસિંહ સુરૂભા સહીત વૃમન પોલીસ.કો દિવ્યાબેન ચિરાગભાઇ સહિતના પોલીસ અધિકારી/ કર્મચારી રોકાયેલ હતા.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top