એલસીબી પોલીસે બજાણા મધ્યે પીપળી સીમ રસ્તેથી મજલલોડ સીંગલ બેરલ બંદુક સાથે એક ઇસમને ઝડપ્યો

0
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બજાણા પોલીસ વિસ્તારના બજાણા મધ્યે પીપળી જવાના સીમ રસ્તેથી ગેરકાયદેસર એક દેશી હાથ બનાવટની મજલલોડ સીંગલ બેરલ બંદુક સાથે એક ઇસમને પકડી પાડી મજકુર ઇસમ વિરુધ્ધમા બજાણા પો.સ્ટે. હથીયાર ધારા મુજબ ગુનો રજી કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ સુરેન્દ્રનગર જીલ્લા નાયબ પોલીસ મહાનિરિક્ષક ડૉ.ગીરીશ પંડયા IPS નાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાં ગે.કા. હથીયારો રાખતા ઇસમોને હથીયાર સાથે શોધી કાઢીની સુચના મુજબ એલ.સી.બી.પોલીસ ઇન્સ્પેક્ટર જે. જે. જાડેજા તથા એલ. સી. બી. પોલીસ સબ ઇન્સ્પે કટર જે.વાય.પઠાણ તથા પેરોલ ફર્લો સ્કોર્ડના પો.સબ.ઇન્સ. આર.એચ ઝાલાને અસરકારક કામગીરી કરી જિલ્લા વિસ્તારમા સતત પેટ્રોલિંગ ફરી ગેરકાયદેસર હથીયારો શોધી કાઢવા માટે સુચના તેમજ માર્ગદર્શન આપી એલ.સી.બી. તથા પેરોલ સ્કોર્ડ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી એલ.સી.બી. સ્ટાફ દ્વારા બજાણા પોલીસ મથક વિસ્તારના બજાણાથી પીપળી જવાના રસ્તા ઉપરથી જાહેર સીમમાથી ઇમરાનભાઇ તૈયબભાઇ ચૌહાણ જાતે મુ.માન રહે ગામ.બજાણા તા.પાટડી જી. સુરેન્દ્રનગર વાળાને એક દેશી હાથ બનાવટની મજલલોડ બંદુક કિ.રૂ.૨૦૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર ઇસમ વિરુધ્ધમા બજાણા પોલીસ મથકે હથીયાર ધારા મુજબ ગુનો રજીસ્ટ્રેશન કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આ કામગીરી કરનાર પોલીસ અધિકારી /કર્મચારી એલ. સી. બી. સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર જે. જે. જાડેજા તથા પો.સબ.ઇન્સ જે. વાય. પઠાણ તથા પેરો ફર્લોસ્કોર્ડના પો.સબ.ઇન્સ આર.એચ.ઝાલા તથા એલ.સી.બી.ના પોલીસ હેડ કોન્સ પરીક્ષીતસિંહ એન.ઝાલા તથા પો.કોન્સ.પ્રતાપસિહ સુરસંગભા રાઠોડ તથા પેરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઇ.અલસમખાન મલેક તથા પો.હેડ કોન્સફ દશરથભાઇ ઘાંઘરએ રીતેની ટીમ દ્વારા ગે.કા. હથીયાર સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવેલ હતો.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top