સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડ ટીમે દસાડા પોલીસ સ્ટેશનના જુગારના ગુન્હામા નાસતા ફરતા આરોપીને માંડલ ત્રણ રસ્તા બેલીમ હોટલ પાસેથી હસ્તગત કરી આગળની તપાસ અર્થે તથા કાયદેસરની કાર્યવાહી સી મજકુર આરોપીનો કબ્જો દસાડા પોલીસ સ્ટેશનને સોપવામાં આવ્યો હતો.

ત્યારે તા.૧૦ જાન્યુ-૨૦૨૫ના રોજ પેરોલ ફર્લો સ્ક્વોડ સુરેન્દ્રનગરની ટીમના નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સતત પ્રત્નશીલ હતા. તે દરમ્યાન પો.હેડ.કોન્સ ચેહરભાઇ અમરશીભાઇને ટેકનીકલ સોર્સીસ, હ્યુમન સોર્સીસનો ઉપયોગ કરી સચોટ બાતમી હકિકત મેળવી દસાડા પોસ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૧૦૧૪૨૪૦૨૫૯/૨૦૨૪ જુગાર ધારા ક.૧૨ મુજબના ગુન્હાના નાસતા ફરતા લીસ્ટેડ આરોપી બીલાલભાઈ રસુલભાઇ ચૌહાણ રહે.દશાડા તા.દસાડા જીસુ.નગર વાળોને માંડલ ત્રણ રસ્તા બેલીમ હોટલ પાસેથી હસ્તગત કરી આગળની તપાસ અર્થે તથા કાયદેસરની કાર્યવાહી આરોપીનો કબ્જો દસાડા પો.સ્ટે.ને સોપવામાં આવેલ છે.આ કામગીરીમાં પી.આઇ જે.જે.જાડેજા, પીએસઆઇ આર.એચ.ઝાલા, હે.કો.ચેહરભાઇ અમરશીભાઇ, દશરથભાઈ ઘનશ્યામભાઇ તથા યશપાલસિંહ ઘનશ્યામસિંહ સહીતના પોલીસ અધિકારી/કર્મચારીની રોકાયેલ હતા.