સુરેન્દ્રનગર જિલ્લામાં ઘણી સંસ્થાઓ દ્વારા બહેનો પગભર કરવાના હેતુથી કામ કરે છે. ત્યારે આવી એક સંસ્થા વઢવાણ શહેરમાં આવેલ વઢવાણ વર્ધમાન ગૃહ ઉધોગ છેલ્લા ૩૯ વર્ષથી મહિલા ઉત્થાની કામગીરી સાથે વળેલી છે. હાલ આ સંસ્થા પ્રમુખ પદે પન્નાબેન શુક્લ સફળ કામગીરી કરી રહ્યા છે. ત્યારે આ વઢવાણ વર્ધમાન ગૃહ ઉધોગ મંડળમાં અંદાજે ૨૦૦ થી વધારે કામદાર બહેનોને અલગ-અલગ શીપ મુજબ કામગીરી કરે છે. ત્યારે વઢવાણ વર્ધમાન ગૃહ ઉધોગ મંડળ દ્વારા કામદાર બહેનો માટે રાશન કીટ વિતરણનો કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ વઢવાણ વર્ધમાન ગૃહ ઉધોગ મંડળ દ્વારા કામદાર બહેનો માટે રાશન કીટ વિતરણનો કાર્યક્રમ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર સંપન્ના અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના પ્રમુખ પન્નાબેન શુક્લે સંસ્થાનો પરિચય આપતાં જણાવ્યું હતું કે. સંસ્થા છેલ્લા ૩૯ વર્ષથી કાર્યરત છે અને દિનપ્રતિદિન આ વર્ધમાન ગૃહ ઉધોગ મંડળ બહેનો જોડાયને આર્થિક રીતે મદદ મળી રહે છે. જ્યારે વર્ધમાન ગૃહ ઉધોગ મંડળ દ્વારા બહેનો પોતાના ધંધા માટે બેન્કમા પણ ભલામણ કરી અંદાજે ૨૦ થી ૨૫ લાખની લોન આપવી હતે અને એકપણ લોન ડીફોલ્ટનથી તેમ પ્રમુખે જણાવ્યું હતું. ત્યારે વર્ધમાન ગૃહ ઉધોગ મંડળના કામદાર બહેનોને દર વર્ષે મકરસંક્રાંતિ પ્રસંગે કામદાર બહેનોને રાશન કીટ વિતરણ કરવામાં આવે છે ત્યારે છેલ્લા ત્રણ વર્ષથી રાશન કીટ સૌજન્ય નીતાબેન આર વ્યાસ USA દ્વારા કરવામાં આવેલ દ્વારા કરવા આવે છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા કલેકટર કેસી સંપટ દ્વારા પ્રાસંગિક પ્રવચન આપ્યું અને ઉપસ્થિત મહાનુભાવો હસ્તે રાશન કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ યોજાયેલ મકરસંક્રાંતિ કામદાર બહેનોને રાશન કીટ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા કલેકટર કેસી સંપટ, કોમલબેન (મેક્સન ગ્રુપ ) કિરણભાઈ મેહતા, ભવાનીસિંહ મોરી રાસન કીટ વિતરણમાં હજાર રહીલ આ રાસન કીટમાં ઘઉંનો લોટ તેલ ગોળ ખીચડી ચા ખાંડ તલ ચીકી શીંગ પાક કચરીયું જામફળ બોરા રૂપિયા ૧૧૦૦ની કીટ તિયાર કરવામાં આવેલ જેના સૌજન્ય નીતાબેન આર વ્યાસ USA દ્વારા કરાતા ઉપસ્થિત મહાનુભાવો તેમને યાદ કર્યા હતા અને અંતમાં કામદાર બહેનોને હ્રદય પૂર્વક આભાર માન્યો હતો. આ કાર્યક્રમ સફળ બનાવવા વઢવાણ વર્ધમાન ગૃહ ઉધોગ મંડળના પ્રમુખ સહિત કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી