વઢવાણ તાલુકામાં તાલુકા કક્ષાનો રમતોત્સવ યોજાઈ

0
બાળકો અલગ-અલગ રમતો જેવી કે ૧૦૦ મી દોડ, 400મી રીલે દોડ, કબડ્ડી તેમજ ખો ખો જેવી રમતો રમ્યા
વઢવાણ તાલુકા સ્વનિર્ભર શાળા મંડળ સુરેન્દ્રનગર દ્વારા વઢવાણ તાલુકામાં તાલુકા કક્ષાનો રમતોત્સવ યોજાઈ હતો. આ તકે પ્રમુખ ર્મેન્દ્રસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે  આ રમતોત્સવમાં વઢવાણ તાલુકાની ૧૮ શાળાઓએ ભાગ હતો. આ રમતોત્સમાં અંદાજે આશરે ૫૫૦ જેટલા બાળકો અલગ-અલગ રમતો જેવી કે ૧૦૦ મી દોડ, 400મી રીલે દોડ, કબડ્ડી તેમજ ખો ખો જેવી રમતો રમ્યા હતા. ત્યારે રમતોત્સવ દ્વારા બાળકોને રમતનું મહત્વ સમજા અને બાળકો સ્પોરમેન સ્પિરિટ બાબતે જાગૃત થયા. 
ત્યારે આ રમતોત્સવ થકી દરેક સ્કૂલના બાળકો એકબીજાની નજીક આવ્યા હતાં. જેના ભાગરૂપે સમગ્ર તાલુકો એક જ હોય તેવું ભાઈચારાનું વાતાવરણ આજે વઢવાણ ના સર્જાયું હતું. રમતોત્સવ માં જીતનાર બાળકો ને ગોલ્ડ મેડલ , સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ આપી ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. ઉપરાંત જે ૫૫૦ બાળકો રમતોત્સવમાં ભાગ લીધો તે દરેક બાળક ને સિલ્ડ અને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર વઢવાણ તાલુકા ની દરેક સ્કૂલ ના સંચાલકો એ સાથે મળીને આયોજન કર્યું હતું.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top