ડોકટર તરીકે છેલ્લા ૧ વર્ષથી પ્રેકટીસ કરતો : રેડ દરમ્યાન એલોપેથી દવાઓ કિંમત રૂપિયા ૧૮,૨૦૭ ના મુદ્દામાલ જપ્ત કર્યો

0
SOG પોલીસે ધારાડુંગરી બોગસ ડોક્ટરને‌ ઝડપી તેના વિરૂધ્ધ સાયલા મથકે ગુનો દાખલ કર્યો 
સુરેન્દ્રનગર એસઓજી પોલીસે બાતમી હકીકત આધારે સાયલા તાલુકાના ધારાડુંગરી ખાતે રહેતા બોગસ ડોક્ટર તરીકે છેલ્લા ૧ વર્ષથી પ્રેકટીસ કરતા બોગસ ડોકટરને ઝડપી પાડયો હતો. પોલીસે રેડ દરમ્યાન એલોપેથી દવાઓ કિંમત રૂપિયા ૧૮,૨૦૭ ના મુદ્દામાલ જપ્ત કર્યો તેના વિરૂધ્ધ સાયલા મથકે ગુનો દાખલ કર્યો છે.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગરન ડૉ.ગીરીશ પંડયા ( IPS) નાયબ પોલીસ મહાનિરીક્ષક સુચના અને માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. સ્ટાફના પો.હેડ કોન્સ. અમરકુમાર કનુભાઇ ગઢવીને મળેલ બાતમી હકીકત આધારે તા.સાયલાના ગામ ધારાડુંગરી ખાતે રહેતા સુરેશભાઈ મહાદેવભાઈ ગળધરીયા ઉ.વ.૨૭ રહે.ધારાડુંગરી તા. સાયલા જી.સુરેન્દ્રનગરવાળો પોતે ડૉકટર ના હોવા છતા કોઈ પણ જાતનું તબીબી સારવાર કરવા અંગેનું સર્ટી ધરાવતા ના હોવા છતા સામાન્ય લોકોને ડોકટર તરીકે જાહેર કરી છેલ્લા ૧ વર્ષથી પ્રેકટીસ કરતો હતો. આથી એસઓજી પોલીસે રેડ કરી રેડ દરમ્યાન એલોપેથી દવાઓ કિંમત રૂપિયા ૧૮,૨૦૭ના મુદ્દામાલ જપ્ત કરી ઇસમ વિરૂધ્ધ સાયલા પોલીસ મથકે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી. કામગીરીમાં પીઆઈ બી.એચ.શીંગરખીયા, પીએસઆઇ એન.એ. રાયમા, હે.કો. અમરકુમાર કનુભાઇ, એચસી. અનિરૂધ્ધસિંહ અભેસંગભાઈ ખેર સહિત પીસી. મુન્નાભાઈ નાનજીભાઈ રાઠોડ, રવિરાજભાઇ મેરૂભાઇ, બલભદ્રસિંહ નરેન્દ્રસિંહ રાણા સહિતના પોલીસ અધિકારી/ કર્મચારી રોકાયેલ હતા
.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top