તાજેતરમાં વાડોકાઈ કરાટે ડો ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત સ્ટેટ વાડોકાઈ કરાટે ચેમ્પિયનશિપ-૨૦૨૪ નું આયોજન રંગોલી ઇન્ટરનેશનલ સ્કૂલ આલમપુર , ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યું હતું !આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાથી ૪૮૩ ચુનંદા ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં સુરેન્દ્રનગર થી પણ ૮૧ જેટલા ચુનંદા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ! જેમાં તમામ ખેલાડીઓએ ઉત્કૃષ્ટ ખેલ દર્શાવીને પોતાના પ્રતિસ્પર્ધીને માત આપી સરખા વજન , ઉંમર અને બેલ્ટ મુજબની કેટેગરીમાં ૨૧ Gold, ૧૭ સિલ્વર અને ૨૯ ખેલાડીઓએ સેમિફાઇનલ સુધી પોહચીને બ્રોન્ઝ મેડલ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી !
આ સ્પર્ધાના સમાપન સમારોહમાં આવેલ મહેમાનશ્રીઓ અને અતિથિ વિશેષશ્રીઓના હસ્તક મેડલ અર્પણ કરવામાં આવ્યા હતા જેમાં વધુ ગૉલ્ડ મેડલ ને આધારે ચેમ્પિયન અને રનર અપ ટ્રોફી પણ એનાયત કરવામાં આવી હતી ! જેમાં સમગ્ર ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેલાડીઓ રનર અપ ટ્રોફી મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી ! આ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ માટે દરેક ખેલાડીઓને માર્ગદર્શન આપનાર તેમના મુખ્ય કોચ અને સ્પોર્ટ્સ કરાટેના ડાઇરેક્ટર શિહાનશ્રી ચક્રબહાદુર દમાઈ , કોચ સેન્સાઈ શ્રી મહેશ દમાઈ અને સેન્સાઈ શ્રી ભાવેશ ગુરખા ,તથા ટીમ મેનેજર સેન્સાઈ શ્રી સ્વરાલી અભ્યંકર અને રેફરી સેંસાઈ શ્રી ધ્વનિ દવે એ અભિનંદન આપ્યા હતા.