સમિટમાં દરમ્યાન રાત્રે ગઝલ, મ્યુઝીકલ નાઈટ, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન
ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તા. ૨૭ થી ૨૯ ડિસેમ્બર એમ ત્રિદિવસીય સુરેન્દ્રનગરની એમ.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ગ્રાઉન્ડ ખાતે ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્ષ્પોનું આયોજન કરાયું છે. ત્યારે ગઈકાલે ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ મહાનુભાવોના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
ત્યારે આ એક્ષ્પોમાં સુરેન્દ્રનગર જિલ્લાને નાના તેમજ મધ્યમ ઉદ્યોગો સહિત રાજ્ય અને દેશની પ્રખ્યાત અંદાજે ૨૦૦થી વધુ કંપનીઓ ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝમા ભાગ લેનાર છે. સમિટમાં જિલ્લાના નાના ઉદ્યોગકારોતેમની પ્રોડક્ટના વેચાણ અર્થે રાજ્ય, દેશવ્યાપી પ્લેટફોર્મ મળી રહેશે. આ યોજાનાર સમિટમાં યુવા ઉધોગકારોને પ્રોત્સાહન મળે માટે યુથ મિટીંગ સહીતના વિવિધ કાર્યક્રમનું યોજાયેલ છે.

આ સમિટમાં દરમ્યાન રાત્રે ગઝલ, મ્યુઝીકલ નાઈટ, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. એક્સ્પોની ત્રણ દિવસમાં મોટી સંખ્યામાં લોકો વધુ મુલાકાત આવશે.સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ સિહોર, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહીતનાઆેની ઉપસ્થિતમા ખુલ્લો મુકવામાં આવ્યો છે.
સમિટ જિલ્લા સહિત રાજ્ય, દેશ લેવલની કંપનીઓ ભાગ લઇ રહી છે તેમજ આ સમિટમાં અંદાજે કુલ ૨૦૦થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. આ યોજાયેલ સમિટમાં પ્રાકૃતિક ખેતીને, મહિલાઓ દ્વારા ઉત્પાદન કરવામાં આવતી ચિજ વસ્તુઓને પ્રોત્સાહન મળે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની ટીમના આયોજક નરેશભાઈ કૈલા, કિશોરસિંહ ઝાલા સહિતની ટીમ દ્વારા તમામ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.