સમિટ દરમિયાન રાત્રે ગઝલ, મ્યુઝીકલ નાઈટ, સાંસ્કૃતિક કાર્યક્રમોનું મોટી સંખ્યામાં ઝાલાવાડવાસીઓની ઉપસ્થિતિ
ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તા. ૨૭ થી ૨૯ ડિસેમ્બર એમ ત્રિદિવસીય સુરેન્દ્રનગરની એમ.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ગ્રાઉન્ડ ખાતે ગ્લોબલ ઝાલાવાડ મેગા એક્ષ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લાના ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય સ્તર સુધીનું પ્લેટફોર્મ મળે તે માટે ગ્લોબલ ઝાલાવાડ એક્સપોનું પાંચ વર્ષે બીજા એડિશન ગ્લોબલ ઝાલાવાડ ૨૦૨૪નું આયોજન કરાયું છે. ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ એક્ષ્પોમા ત્રણ દિવસ દરમિયાન મોટી સંખ્યામાં લોકોનો ઘસારો જોવા મળ્યો હતો. જ્યારે રાત્રે ગઝલ, મ્યુઝીકલ નાઈટ, સાંસ્કૃતિક કાર્યક્રમોનું મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ એક્ષ્પોમાં સુરેન્દ્રનગર જિલ્લાને નાના તેમજ મધ્યમ ઉદ્યોગો સહિત રાજ્ય અને દેશની પ્રખ્યાત અંદાજે ૨૦૦થી વધુ કંપનીઓ ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝમા ભાગ લીધો હતો.ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ એક્ષ્પોમા જિલ્લાના નાના ઉદ્યોગકારોતેમની પ્રોડક્ટના વેચાણ અર્થે રાજ્ય, દેશવ્યાપી પ્લેટફોર્મ મળી રહેશે. 
આ યોજાનાર સમિટમાં યુવા ઉધોગકારોને પ્રોત્સાહન મળે માટે યુથ મિટીંગ સહીતના વિવિધ કાર્યક્રમનું યોજાયેલ પણ કરવામાં આવ્યું હતું. આ સમિટમાં યુથ કોન્ફ્લેવ, પ્રાકૃતિક ખેતી શિબિર, ઝાલાવાડ ઇન્વેસ્ટર મીટ, વુમન આંત્રપ્રિન્યોર કોન્ફ્લેવ, ઇકોમર્સ ઓપોર્ચ્યુનિટિ, એમએસએમઇના બ્રાન્ડિંગની માહિતી પુરી પાડવામાં આવી હતી.
ત્યારે એક્ઝિબિશનમાં દેશવિદેશની કંપની સાથે સુરેન્દ્રનગર જિલ્લાના પ્રાકૃતિક ખેતી, હેન્ડીક્રાફ્ટ, ઇન્ડસ્ટ્રિયલ મેન્યુફેક્ચરિંગ મળી અંદાજે ૨૫૦થી વધુ સ્ટોલે જોવા મળ્યા હતા. આ સમિટમાં તા. ૨૭ ડીસેમ્બરની રાત્રિ દરમિયાન કુમાર સત્યમની ગઝલ નાઇટ, તા.૨૮ ડીસેમ્બરને શનિવારે રાતે ગાલા મ્યુઝિકલ લાઇટમાં સિરોક ઓરકેસ્ટ્રાએ આયોજન કરવામાં આવતા લોકોને વિવિધ ગીતોની મોજ માણી હતી.
ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ એક્ષ્પોની મુલાકાત લેતા
પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા
ત્યારે તા.૨૯ ડીસેમ્બરને રવિવારના રોજ સમાપન દિવસ નિમિત્તે ઝાલાવાડ ઇન્વેસ્ટર મીટ સવારે જ્યારે વુમન આત્રપ્રિન્યોર કોન્ફ્લેવ બપોરના સમયે તેમજ શબ્દ સારથી ગ્રૂપનો સાંજે કાર્યક્રમ યોજાયો હતો.
ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ એક્ષ્પો સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા આયોજક કિશોરસિંહ ઝાલા, ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ એક્ષ્પો પ્રમુખ નરેશભાઇ કૈલા, ઘનશ્યામભાઈ સાવલીયા, કમલેશભાઈ સહિત કોર ટીમના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.