સુરેન્દ્રનગર જીલ્લામાં નવી નોંધાયેલ વિવિધ કાર્યકારી પેકસ, દૂધ અને મત્સ્ય સહકારી મંડળીઓના સંચાલકો માટે જીલ્લા રજીસ્ટ્રારની કચેરી ધ્વારા સુરસાગર ડેરી અને ડિસ્ટ્રીક કો.ઓપરેટીવ બેન્કના સયુંકત ઉપક્રમે આયોજન

0

દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સહકારથી સમૃધ્ધિના અભિગમને ચરીતાર્થ કરવા માટે સમગ્ર દેશની ૧૦૦૦૦ નવરચિત વિવિધ કાર્યકારી પેકસ, દૂધ અને મત્સ્ય સહકારી મંડળીઓનું શુભારંભ કરાવતા દેશના યશસ્વી અને પ્રથમ સહકારીતા મંત્રીશ્રી અમિતભાઈ શાહ સાહેબ.
સુરેન્દ્રનગર જીલ્લામાં નવી નોંધાયેલ વિવિધ કાર્યકારી પેકસ, દૂધ અને મત્સ્ય સહકારી મંડળીઓના સંચાલકો માટે જીલ્લા રજીસ્ટ્રારની કચેરી ધ્વારા સુરસાગર ડેરી અને ડિસ્ટ્રીક કો.ઓપરેટીવ બેન્કના સયુંકત ઉપક્રમે આયોજન કરેલ.
આ કાર્યક્રમમાં ગુજરાત રાજયના નાયબ મુખ્ય દંડક જગદિશભાઈ મકવાણા સાહેબ, પૂર્વ કેબિનેટ મંત્રી તથા લીંબડી,ચુડા, સાયલાના લોકપ્રિય ધારાસભ્યશ્રી કિરીટસિંહજી રાણા સાહેબ, દૂધ સંઘના ચેરમેનશ્રી નરેશકુમાર મારૂ, જમીન વિકાસ બેન્કના ચેરમેનશ્રી મંગળસિંહજી પરમાર, દૂધ સંઘના પૂર્વ-ચેરમેન બાબાભાઈ ભરવાડ, જીલ્લા રજીસ્ટ્રારશ્રી કુ. કોમલ ચૌધરી સાહેબ, સાયલા તાલુકાના ડિરેકટરશ્રી ગભરૂભાઈ કલોત્રા, મુળી તાલુકાના ડિરેકટરશ્રી નિરૂભા પરમાર, નાબાર્ડ બેન્કના મેનેજરશ્રી સંજયકુમાર, દૂધ સંઘના મેનેજીંગ ડીરેકટર ગુરદિતસિંગ, ડિસ્ટ્રીકટ કો.ઓપરેટીવ બેન્ક ના સી.ઈ.ઓ શ્રી રઘુવીરસિંહ પરમાર, વઢવાણ એ.પી.એમ.સી.ના ચેરમેનશ્રી રામજીભાઈ ગોહિલ તથા પૂર્વ ડિરેક્ટરશ્રી રાયમલભાઈ ચાવડા સહિત દૂધ મંડળીઓ, સેવા સહકારી મંડળીઓમા મોટી સંખ્યામાં પશુપાલક ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

જીલ્લા રજીસ્ટ્રારશ્રી કુ.કોમલ ચૌધરી ધ્વારા શાબ્દિક સ્વાગત વિધી કરી નવી નોંધાયેલ સહકારી મંડળીઓના સંચાલકોને માર્ગદર્શન આપી પ્રોત્સાહીત કર્યા હતા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરી ડિસ્ટ્રીકટ કો.ઓપરેટીવ બેન્કના માઈક્રો એટીએમ કાર્ડ દૂધ મંડળીઓ અને સેવા સહકારી મંડળીઓને વિતરણ કરેલ. જેથી સહકાર થી સમૃધ્ધિ કાર્યક્રમને વેગ મળશે. દૂધ અને સેવા સહકારી મંડળીઓમાં CSC કેન્દ્ર તરીકેની કામગીરી શરૂ કરેલ છે તેવા સંચાલકોને સન્માનપત્ર આપી નવાજયા હતા. પ્રાસંગીક ઉદબોધન શ્રી જગદિશભાઈ મકવાણાએ કરી જણાવ્યું હતુ કે સુરેન્દ્રનગર જીલ્લામાં દૂધ સંઘ અને ડિસ્ટ્રીકટ કો.ઓપરેટીવ બેન્ક ખુબજ વિકાસની હરણફાળ ભરી રહયા છે તે સૌના માટે ખુબ આનંદનીવાત છે.

ત્યાર બાદ દેશના યશસ્વી ગૃહપ્રધાન અને પ્રથમ સહકારીતા મંત્રીશ્રી અમિતભાઈ શાહ સાહેબ ધ્વારા ઓનલાઈન વ્યાખ્યાનમાં તેઓએ જણાવ્યું હતુ કે સરકારના વિઝન અનુસાર દેશનું કોઈપણ ગામ કે ગ્રામ પંચાયત સહકારી સેવાઓથી વંચિત ન રહે તે અર્થે ૧૦,૦૦૦ જેટલી સહકારી મંડળીઓ જેવી કે પેકસ,ડેરી અને ફિશરીસ ની નોંધણી ત્રણ માસ કરતા ટુંકા ગાળામાં પૂર્ણ કરેલ છે. અને આગામી ૫ વર્ષમાં ફેઈઝ વાઈઝ તમામ ગ્રામપંચાયતને પેકસ, દૂધ અને મત્સ્ય સહકારી મંડળીઓ સાથે આવરી લેવા લક્ષ્યાંક આપવામાં આવેલ છે. ગામડાના છેવાડાના માણસનો સર્વાંગી વિકાસ થશે તેવી કટીબધ્ધતા વ્યકત કરી હતી. ત્યાર બાદ આભાર વિધિ કરી કાર્યક્રમની પૂર્ણાહુતી જાહેર કરી હતી.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top