ચોટીલા હાઇવે પર ગેરકાયદે ખનીજ વહનની બુમરાડોને લઇ ખાણ ખનીજ વિભાગે તપાસ હાથ ધરી હતી.જેમાં બે ડમ્પરોને ગેરકાયદે રીતે રેતી લઇ જતા ઝડપી પાડી ચોટીલા પોલીસને સોંપાયા હતા. ચોટીલા પાસેથી નેશનલ હાઇવે પસાર થતો હોવાથી અહીંથી અનેક વાહનો પસાર થાય છે. ત્યારે આ રોડ પરથી ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદે રીતે ખનીજનું વહન કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડતા હોવાની બુમરાડો ઉઠી હતી.
આથી ચોટીલામાં ખાણ ખનીજ વિભાગ દ્વારા તપાસ હાથ ધરી હતી. ચોટીલા હાઇવે પર તપાસ કરતા વાહનો અટકાવી તલાસી લેવાઇ હતી. જેમાં બે ડમ્પરમાં રેતી ભરેલી જણાતા પાસ પરમીટ માંગી હતી. આથી તેઓ રજૂ કરી શક્યા ન હતા. આથી રેતી ભરેલા બે ડમ્પર ઝડપી પાડી ચોટીલા પોલીસ મુદ્દામાલ સોંપીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.