લીંબડી તાલુકાના ઉંટડી ગામથી દેશી દારૂ બનાવાની ભઠ્ઠી ઝડપાઈ હતી. દારૂની ભઠ્ઠીમાંથી આવેલા 700 લીટર દેશી દારૂ બનાવાનો આથાનો નાશ કરી ભઠ્ઠી ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
લીંબડી પોલીસ ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે બાતમી મળી હતી કે ઉંટડી ગામના ભોગાવા નદીમાં વોંકળાના કાંઠે બાવળ અને ઝાખરાની આડમાં કચ્ચો રઘુભાઈ રાવળ દારૂ બનાવાની ભઠ્ઠી ચલાવી રહ્યો છે. પીએસઆઈ બી.કે. મારૂડા, પુષ્પરાજસિંહ ઝાલા, મનહરસિંહ સહિત પોલીસ ટીમ બાતમીના સ્થળે દોડી આવ્યા હતા. કચ્ચો રઘુભાઈ રાવળ દ્વારા ચલાવાતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પાડવામાં આવી હતી. ભઠ્ઠીમાંથી 14 પ્લાસ્ટિકના બેરલોમાં ભરેલો દેશી દારૂ બનાવાનો 700 લીટર આથો ઝડપી પાડ્યો હતો. આથો અને બેરલોનો નાશ કરી દારૂની ભઠ્ઠી ચલાવતા કચ્ચો રાવળ સામે ફરિયાદ નોંધી તેની શોધખોળ હાથ ધરી દીધી હતી.