ધ્રાંગધ્રા નગરપાલિકા ટાઉનહોલ ખાતે યોજાયેલા એક ભવ્ય કાર્યક્રમમાં મહિલા સત્કર્મીઓનું અભિવાદન, સન્માન અને વંદના કરવામાં આવી હતી. આ પ્રશંસનીય અવસરે પૂર્વ મંત્રી આઈ.કે. જાડેજા, નગરપાલિકા પ્રમુખ, જિલ્લાના પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ, વિવિધ સંસ્થાઓના આગેવાનો, દાતાઓ, વિવિધ શાળાના શિક્ષકો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાયમાન બનાવ્યો હતો. મહિલા સત્કર્મીઓના યોગદાનને બિરદાવવા અને તેમને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.