સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકા કક્ષાનો કલા મહાકુંભ તાલુકાની ત્રણ શાળામા યોજાયો

0
 
રાજ્ય સરકાર દ્વારા જીલ્લા તેમજ તાલુકા કક્ષાનો કલા મહાકુંભનુ આયોજન દર વર્ષે કરવામાં છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકા કક્ષાનો કલા મહાકુંભ ત્રણ શાળામા યોજાયો હતો. જેમા તા.૨૭ ડિસેમ્બરને શુક્રવાર-૨૦૨૪એ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા સરા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં સરા કન્યા શાળા નં -૨ ની મોટા ભાગની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. જેમાં વકૃત્વ (૬ થી ૧૪) માં મુલતાની અલ્ફિના પ્રથમ, નિબંધ (૬ થી ૧૪) માં સોલંકી મમતા પ્રથમ, સમૂહગીત માં પ્રથમ, ચિત્ર (૬ થી ૧૪) માં લોલડિયા સફિરા એ દ્વિતીય નંબર પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું. ત્યારે શાનદાર દેખાવ માટે શાળાના આચાર્ય ભાવનાબેન ત્રિવેદીએ વિદ્યાર્થીનીઓના શુભેચ્છા પાઠવી હતી.
જ્યારે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા સરા ખાતે તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો હતો. આ કલા મહાકુંભમાં નવીન શરૂ થયેલ સરકારી માધ્યમિક શાળા આંબરડીના વિદ્યાર્થીઓ દ્વારા ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધામાં ભાગ લેવામાં આવેલ હતો. જેમાં ચિત્ર ( ૧૫ થી ૨૦) માં ઇન્દરપા જયપાલ પ્રથમ તેમજ નિબંધ સ્પર્ધા ( ૧૫ થી ૨૦) માં સડિયાળિયા શીતલ દ્વિતીય નંબર પ્રાપ્ત કરતા આંબરડી શાળાના આચાર્ય મનીષભાઈ પટેલ તથા સ્ટાફ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
આ તાલુકા કક્ષાનો કલા મહાકુંભ કમલેશભાઈ કુણપરાના કનવિનર પદે યોજાયો હતો. જેમાં લગ્નગીત (૬ થી ૧૪) માં રાઠોડ જાનવીબા પ્રથમ, લગ્નગીત (૧૪ થી ૨૦) માં રાઠોડ ઈશાબા પ્રથમ, લોકગીત (૧૫ થી ૨૦) માં ચોવિસિયા તેજલ પ્રથમ, ભજન (૬ થી ૧૪) માં ટાંક રિકેન પ્રથમ , સુગમ સંગીત (૬ થી ૧૪) માં પરમાર જીયા પ્રથમ , ચિત્ર (૬ થી ૧૪) માં લોલાડિયા અજીજા પ્રથમ, નિબંધ(૧૫ થી ૨૦) માં મકવાણા ભારતી પ્રથમ, સુગમ સંગીત (૧૫ થી ૨૦) માં પલાશ દક્ષા પ્રથમ, સમૂહગીત માં પ્રથમ નંબર તેમજ વકૃત્વ સ્પર્ધા (૧૫ થી ૨૦) માં માડકિયા અક્ષા દ્વિતીય, તબલામાં વરમોરા હિતેશ દ્વિતીય અને હાર્મોનિયમમાં મુલતાની જીયાન દ્વિતીય નંબર પ્રાપ્ત કરતા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા સરાનું નામ રોશન કર્યું હતું. આ તકે મુળી તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલ, જગતસિંહ, ઝાલા સાહેબ, દશરથસિંહ પરમાર, ભાવેશભાઈ, નીતિનભાઈ, સીઆરસી તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો અને ગ્રામજનો હાજર રહ્યા હતા. કુલ ૧૪૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના દરેક કર્મચારીએ જહેમત ઉઠાવી હતી. તેમજ માર્ગદર્શક શિક્ષક શ્રી શૈલેષભાઈ ત્રિવેદી દ્વારા દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top