હળવદ સાંદિપની ઈંગ્લીશ સ્કૂલમાં મેગા- ફેસ્ટ-૨ યોજાયો:માનવ મહેરામણ ઉમટયો

0
૧૦૦૦ થીવધું વિધાથીર્ઓ દ્વારા પ્રોજેક્ટ,પ્રદશૅન,ફનન ગેમ્સ સંગીત સહિતનુ ભવ્ય મેગા ફેસ્ટ-૨નુ કરાયું આયોજન 
મોરબી જિલ્લાના હળવદમાં આવેલ દ્વારા સાંદિપની ઇંગ્લિશ સ્કૂલ દ્વારા સાંદિપની મેગા ફેસ્ટ-૨ નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સ્કૂલમાં અભ્યાસ કરતા અંદાજે ૧૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ ૧૫૦૦થી વધુ ગણિત વિજ્ઞાનના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન તથા સામાજિક જાગૃતિક માટેના પ્રોજેક્ટ વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરવામાં આવ્યા હતા.
જ્યારે સ્કૂલમાં પધારેલા વિદ્યાર્થીઓ માટે થ્રીડી ફિલ્મ શો જેમાં ચંદ્રયાન આકાશ દર્શન, ડાયનાસોર તથા શાર્કનું મજેદાર પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા ૫૦ થી વધુ ફન ગેમ્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 
સાંદિપની ફૂડ ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં દોઢસોથી વધુ સ્વાદિષ્ટ મજેદાર વાનગીઓ બનાવવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા આટૅ એન્ડ ક્રાફ્ટ તથા માટીમાંથી બનાવેલ જુદી-જુદી વસ્તુઓ પણ ખરીદી માટે ઉપલબ્ધ હતી.
આ તકે ઉપસ્થિત વાલીઓ ખરીદી કરી વિદ્યાર્થીઓને એક માર્કેટનું પ્રોત્સાહન પુરૂં પાડવામાં આવ્યું હતું. સાંદિપની સ્કૂલના ભૂલકા દ્વારા તૈયાર કરેલ કિડ સીટનું પ્રદર્શન ખુબજ સરસ કરવામાં આવ્યું હતું. બાળકોને ખૂબ જ મજા આવી ગય હતી વિજ્ઞાન ગણિતના 50થી વધુ કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા પ્રદષિત કરવામાં આવી હતી ઉપરોક્ત મેગાફેસ્ટ-૨ કાર્યક્રમ નિહાળવા માટે હળવદની જાહેર જનતા વાલીગણ શિક્ષણ પ્રેમી જનતાને પરિવાર સહિત સાંદિપની ઇંગલિશ સ્કૂલ ખાતે માનવ મહેરામણ ઉમટયો હતો, સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા એમડી હિતેનભાઈ ઠક્કર, તથા રમેશભાઈ ઠક્કર, સ્વાતિમેમ સહિતના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.


Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top