કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા છેવાડાના વિસ્તારોમાં આરોગ્ય લક્ષી સેવા તાત્કાલિક મળી તેના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી સરકારી હોસ્પિટલ ખાતે મંજુર થયેલ સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ બનવા જઈ રહી છે. ત્યારે નવી હોસ્પિટલ માટે પ્લાન તૈયાર કરવા તેમજ હોસ્પિટલ સુવ્યવસ્થિત રીતે બને તે હેતુથી એન્જિનિયર સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ તકે સાથે સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરા, જુનાગઢ જિલ્લા પ્રભારી દિલીપભાઈ પટેલ, નગરપાલિકા પૂર્વ પ્રમુખ મૌલેશભાઈ પરીખ, પૂર્વ કારોબારી ચેરમેન ચેતનભાઇ શેઠ, ડૉ. શ્યામલાલની ઉપસ્થિતિ રહ્યા હતા.
ત્યારે ઉલ્લેખનીય છે કે, દસાડાના ધારાસભ્ય પી.કે.પરમાર, દિલીપ પટેલ, પાટડી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મૌલેશ પરીખ, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દેસાઈ સહિતના ભાજપના આગેવાનોએ લેખીત કરેલ રજૂઆત ગુજરાતના મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી સહીત નાણામંત્રીએ ધ્યાને લઈ ગુજરાત સરકાર દ્વારા ૧૦૦ બેડની સુવિધા પાટડી સરકારી હોસ્પિટલને પેટા જિલ્લા હોસ્પિટલમા અપગ્રેડ કરવા રૂ. ૨૫ કરોડ મંજૂર થતા પાટડી પાટડીના રહીશો સહીત તાલુકાના રહીશોની આરોગ્ય લક્ષી સેવામાં વધારો થતા ખુશી છવાઇ હતી.