'ગ્લોબલ ઝાલાવાડ ૨૦૨૪' - ૨ મેગા ઇન્ટરનેશનલ એક્સપો ના ઉપક્રમે આયોજીત 'Woman Entrepreneur Conclave' અને ઝાલાવાડ ક્વિઝ કોમ્પિટિશન ના વિજેતાઓના ઇનામ વિતરણ કાર્યક્રમમા ભુપેન્દ્રસિંહજી ચુડાસમા(પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી), ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, વર્ષાબેન દોશી ઉપાધ્યક્ષ -ભારતીય જનતા પાર્ટી અને મહાનુભાવોની ઉપસ્થિતિ રહ્યા હતા. ત્યારે તા.૨૯ ડીસેમ્બરને રવિવારના રોજ સમાપન દિવસ નિમિત્તે ઝાલાવાડ ઇન્વેસ્ટર મીટ સવારે જ્યારે વુમન આત્રપ્રિન્યોર કોન્ફ્લેવ બપોરના સમયે તેમજ શબ્દ સારથી ગ્રૂપનો સાંજે કાર્યક્રમ યોજાયો હતો.ત્યારે ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત મેગા એક્ષ્પો - ૨૦૨૪ માં ગ્રામ્ય કક્ષાની જોરદાર ઝાલાવાડ, સમૃદ્ધ ઝાલાવાડ એવી ક્વિઝ સ્પર્ધામાં મુળી તાલુકાની એમ.ડી.આર કન્યા વિદ્યાલયની ધોરણ -૧૦ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની મોરી તેજસ્વિનીબા એ જિલ્લા કક્ષાએ દ્રિતિય નંબર પ્રાપ્ત કરી તેમજ રૂ. ૪૧૦૦ નું ઈનામ મેળવી પોતાના પરિવારનું અને શાળાનું નામ રોશન કર્યું છે તેમજ શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.