ચોટીલા પોલીસે હાઇવે પર ચેકીંગ દરમ્યાન પરપ્રાંતીય દારૂની ૧૨૪૪ પેટી ભરેલ ટ્રક સાથે એક ઇસમને પકડયો

0


પોલીસે દારૂની નાની બોટલો નં.૫૯,૭૧૨ (પેટી નંગ- ૧૨૪૪) કિ.રૂ. ૫૯,૭૧૨ મળી કુલ કિ.રૂ. ૫૯,૭૧૨૦૦ મળી અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ. ૬૪,૭૩,૪૭૦નો મુદ્દામાલ જપ્ત કર્યો 
ચોટીલા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ દરમ્યાન એક ટ્રક શંકાસ્પદ હાલતમાં પસાર થતા ટ્રકને રોકાવી ચેકીંગ દરમ્યાન બહારના રાજ્યના કન્ટેરમાં આવેલ ભારતીય બનાવટનો પરપ્રાંતીય દારૂની કંપની શીલબંધ નાની બોટલો નંગ-૫૯,૭૧૨ (પેટી નંગ- ૧૨૪૪) કિ.રૂ. ૫૯,૭૧૨ મળી કુલ કિ.રૂ. ૫૯,૭૧૨૦૦ મળી અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ. ૬૪,૭૩,૪૭૦ ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. 
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય ગુજરાત રાજ્યમાં પ્રોહી અંગે અસરકારક કામગીરી કરવા ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ છે. જેના ભાગરૂપે અશોક કુમાર યાદવ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડ્યાનાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાંથી પ્રોહીબીશન પ્રવૃતીને નાબુદ કરવા તેમજ ૩૧ ડિસેમ્બરની ઉજવણી અંગે ગે.કા.પ્રવૃતિ બંધ થાય તે અંગે અસરકારક કાર્યવાહી કરવા સુચના આપવામાં આવેલ. આથી નાયબ પોલીસ અધિક્ષક વી.એમ.રબારી લીંબડી ડીવીઝનનાઓએ માર્ગદર્શન સુચના આપેલ આપતા ચોટીલા પોલીસ ઇન્સ્પેક્ટર આઈ.બી.વલવી,પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.જી.ગોહિલ,બી.એમ.દિવાન સહીત ચોટીલા પોલીસ સ્ટાફ ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ અને વાહન ચેકિંગમાં હતા. તે દરમ્યાન એક સફેદ કલરના મોરા વાળો કેસરી કલરનો રજી.નં. RJ-19-GC- 8664 વાળો ટ્રક શંકાસ્પદ હાલતમાં પસાર થતા ટ્રકને રોકાવી ચેક કરતા ઇસમ ઓપારામ ઉર્ફે ઓપી સ/ઓ સૌરમરામ હરજીરામ સારણ વાળો પોતાના હવાલાવાળા ટ્રક રજી.નં.R.J-19-GC-8664 કિ.રૂ.૫,૦૦,૦૦૦ માં ભારતીય બનાવટના પરપ્રાંતીય દારૂની કંપની શીલબંધ બોટલો નં.૫૯,૭૧૨ ની કિ.રૂ.૫૯,૭૧૨૦૦મળી કુલ કિ.રૂ.૬૪,૭૩,૪૭૦ના મુદ્દામાલ સાથે આરોપીએ ખોટી બિલ્ટીનો ઉપયોગ કરેલ જે અંગે દારૂનો જથ્થો ભરી આપનાર, દારૂનો જથ્થો મંગાવનાર, દારૂ ભરેલ ટ્રક વહન કરવા આપનાર ટ્રક રજી.નં.R.J-19-GC-8664 વાળાના માલિક,હાજર મળી આવેલ ઇસમ તથા તપાસમાં ખુલ્લે તે તમામ આરોપીઓ વિરૂધ્ધ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
ત્યારે આ બનાવમાં આરોપીઓ (૧) ઓપારામ ઉર્ફે ઓપી સ/ઓ સૌરમરામ હરજીરામ સારણ હિન્દુ બિસ્નોઇ ઉ.વ.૨૭ ધંધો.ડ્રાઇવિંગ રહે. રામડાવાસ ઠે.સોરણો કી ઢાણી રામવાસ કલા તા. ભોપાલગઢ (પીપાડ) જિ.જોધપુર (૨) દારૂનો જથ્થો ભરી આપનાર- ભાવેશ મો.નં.૮૪૫૯૩૪૯૩૨૦ (૩) દિનેશ નામનો વ્યક્તિ તથા (૪) દારૂનો જથ્થો મંગાવનાર તથા (૫) ગે.કા. રીતે દારૂના જથ્થાના વહન માટે ટ્રક આપનાર ટ્રક રજી.નંબર- RI-19-GC-8664 વાળાનો માલીક તથા તપાસમાં ખુલ્લે તે તમામ કબ્જે કરેલ હતો. 
ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઇ.બી.વલવી, પો.સ.ઈ. એચ.જી.ગોહિલ (હર્ષવર્ધનસિંહ) તથા બી.એન.દિવાન,અના પો.હેડ કોન્સ. ધનરાજસિંહ જશુભા વાઘેલા, છગનભાઇ મયાભાઇ ગમારા, કેહાભાઈ મગનભાઈ મકવાણા, પો.કોન્સ. સરદારસિંહ જગાભાઇ બારડ, ભરતભાઇ હાજાભાઇ તરગટા, ભરતભાઇ રણુભાઇ મીર, મેહુલભાઈ ગણપતભાઇ મકવાણા, સુખદેવસિંહ ચંદુભા રાઠોડ, જયસુ સહીત ખભાઇ ગગજીભાઇ સોસાનાઓએ આ કામગીરી કરેલ હતી.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top