સાયલાના નડાળા ગામની સીમમાંથી એલસીબી પોલીસે દેશીદારૂ બનાવતા શખ્સને ત્યાર રેડ કરી રૂ.૧.૭૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

0

આરોપી સામે સાયલાના ધજાળા પોલીસ મથકે પ્રોહીબીશન ધારા 
મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાર્યવાહી 
સુરેન્દ્રનગર જીલ્લામાં પોલીસ તંત્ર દારૂ ઇગ્લીશ અને દેશી દારૂ પાડી રેડ કરી મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે જીલ્લાના સાયલા તાલુકાના નડાળા ગામની સીમમાથી ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાનો આથો,દેશી દારૂનો જથ્થો સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દેશી દારૂ બનાવવાનો આથો (વોશ) લીટર ૨૮૦૦, દેશી દારૂ લીટર ૫૨૫ મળી કુલ રૂ.૧,૭૫,૦૦0નો મુદામાલ ઝડપી પાડી પ્રોહીબીશન ધારા મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. 

આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ચોકકસ બાતમી હકીકતના આધારે રેઇડ કરી કાળુભાઇ માણસીભાઇ રહે- નડાળા, તા.સાયલા જી.સુરેન્દ્રનગરની નડાળા ગામની ભાદર નદીના કાઠાની સીમમાં કાળુભાઇ માણસીભાઇના કબજા ભોગવટાની વાડીએથી દેશી દારૂ બનાવવાનો આથો (વોશ) લીટર ૨૮૦૦ કિંમત રૂ. ૭૦,૦૦૦, દેશી દારૂ લીટર ૫૨૫ કિંમત રૂ.૧,૦૫,૦૦૦ એમ કૂલ મુદામાલ કિંમત રૂ.૧,૭૫,૦૦૦ કબ્જે કરી આ આરોપી સામે સાયલાના ધજાળા પોલીસ મથકે પ્રોહીબીશન ધારા મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. સુરેન્દ્રનગર એલ.સી.બી.ના આ દરોડામાં પોલીસ ઇન્સ્પેકટર જે.જે.જાડેજા તથા પોલીસ સબ ઇન્સપેકટર જે.વાય.પઠાણ તથા પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેકટર આર.એચ.ઝાલા તથા એલ.સી.બી.ના પો.હેડ.કોન્સ. પ્રવિણભાઇ કોલા તથા પો.કોન્સ.વજાભાઇ સાનીયા તથા પો.કોન્સ.મેહુલભાઇ મકવાણા તથા પેરોલ ફર્લો સ્કોડના પો.કોન્સ.જયપાલસિંહ પરમાર સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top