સુરેન્દ્રનગર LCBની મોટી કાર્યવાહી: ઘઉંના ભૂસાની આડમાં લઈ જવાતો 81.23 લાખનો દારૂ ઝડપાયો, બે ઝડપાયા

0
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ પ્રોહીબિશનની બદીને નેસ્તનાબૂદ કરવાના અભિયાન અંતર્ગત અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે રોડ પર આવેલા જોલી એન્જોય હોટલ પાસેથી એક મોટી કાર્યવાહી કરી છે. LCB ટીમે ઘઉંના ભૂસાના કોથળાની આડમાં ગેરકાયદેસર રીતે લઈ જવાઈ રહેલા વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીમાં કુલ ₹81.23 લાખનો મુદ્દામાલ કબજે કરી બે આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગિરીશ પંડ્યા (IPS) દ્વારા પ્રોહીબિશન અને જુગારની બદીને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે પર ખાસ પેટ્રોલીંગ હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે, LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા અને પો.સબ.ઇન્સ. જે.વાય. પઠાણ ના માર્ગદર્શન હેઠળ LCB અને પેરોલ ફર્લો પોલીસ સ્ટાફની ટીમોએ પેટ્રોલીંગ શરૂ કર્યું હતું.
પેટ્રોલીંગ દરમિયાન, અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે રોડ પર જોલી એન્જોય હોટલ પાસેથી પસાર થતી એક ભારત બેંઝ ટ્રક (રજી.નં. GJ.36.V.7966) શંકાસ્પદ જણાતા તેને રોકવામાં આવી હતી. ટ્રકની તલાશી લેતા, ઘઉંના ભૂસાના કોથળાની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂની કુલ 5232 બોટલ કબ્જે કરી હતી, જેની કિંમત ₹66,06,000/- આંકવામાં આવી છે. આ ઉપરાંત, ₹15,00,000/- ની કિંમતની ટ્રક, ₹11,000/- ની કિંમતના 2 મોબાઈલ ફોન અને ₹6,000/- ની કિંમતના ઘઉંના ભૂસા ભરેલા 30 કોથળા સહિત કુલ ₹81,23,000/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
પોલીસે ટ્રક ડ્રાઈવર રાજુભાઈ કારાભાઈ ચાવડા (રહે. અમરદડ ધોરીયાનેસ, હાથી સિમેન્ટની ફેક્ટરી સામે, તા. રાણાવાવ, જી. પોરબંદર) અને ક્લીનર જીવાભાઈ મેરામણભાઈ ચાવડા (રહે. અમરદડ ધોરીયાનેસ, હાથી સિમેન્ટની ફેક્ટરી સામે, તા. રાણાવાવ) ને પકડી પાડ્યા હતા. તેમની વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ પ્રકરણમાં પંજાબના લુધિયાણા ખાતે દારૂ ભરેલ ટ્રક આપનાર અજાણ્યો ઇસમ અને જામનગરનો જીગરભાઈ રબારી નામનો ઇસમ પણ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે, જે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર સફળ કામગીરીમાં LCB ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર જે.જે. જાડેજા, પો.સબ. ઇન્સ. જે.વાય. પઠાણ, પો.કોન્સ. કુલદીપભાઈ બોરીયા, પો.કોન્સ. મેહુલભાઈ મકવાણા, પેરોલ ફર્લો સ્કોડના પો. હેડ કોન્સ. વિજયસિંહ પરમાર, પો. હેડ કોન્સ. દેવરાજભાઈ જોગરાજીયા, પો. હેડ કોન્સ. પ્રતાપભાઈ ખાચર, પો.કોન્સ. શક્તિસિંહ ચૌહાણ, ડ્રા.પો.કોન્સ. વિક્રમભાઈ બાવળીયા અને ડ્રા.પો.કોન્સ. પ્રદ્યુમનસિંહ પરમાર સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top