અંતરીક્ષમાં લાંબા રોકાણ પછી પૃથ્વી પર પરત ફરેલી ગુજરાતની દીકરી અને ભારતનું ગૌરવ

0
 
સુશ્રી સુનિતા વિલિયમ્સ અને અવકાશયાત્રીઓને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અભિનંદન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની દીકરી અને દેશનું ગૌરવ સુશ્રી સુનિતા વિલિયમ્સ અંતરીક્ષમાં આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ૯ મહિનાના અસાધરણ મિશન પછી પૃથ્વી પર સુરક્ષિત પરત ફરી છે તે અંગે આનંદની લાગણી વ્યક્ત કરીને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ સુનિતા વિલિયમ્સ અને તેમની સાથેના અવકાશયાત્રીઓનો અતુટ સમર્પિતભાવ આવનારા લાંબા સમય સુધી લાખો લોકોને પ્રેરણા પૂરી પાડશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. 
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મહેસાણા જિલ્લાની દીકરી સુનિતા વિલિયમ્સે ગુજરાત અને ગુજરાતીઓને  જે ગૌરવ અપાવ્યું છે તેનો હર્ષ વ્યક્ત કરતા સુનિતા અને સમગ્ર ટીમના સુસ્વાસ્થ્યની મંગલ કામનાઓ વ્યક્ત કરી હતી.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top