મુળી ખાતે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે જિલ્લા કલેકટર શ્રી કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ આયોજન અંગેની બેઠક યોજાઈ

0
જિલ્લા કલેકટર શ્રી કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને આજે કલેકટર કચેરી સભાખંડ ખાતે તા.૨૬ જાન્યુઆરી, 'પ્રજાસત્તાક પર્વ'  જિલ્લાકક્ષાની ઉજવણી સંદર્ભે એક બેઠક યોજાઈ હતી. 
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ, વિવિધ સરકારી ઈમારત પર રોશની કરવા, કાર્યક્રમ સ્થળે સાફ-સફાઈ, ફાયર, આરોગ્ય, પીવાનું પાણી, ટ્રાફિક વ્યવસ્થા, ટેબ્લો નિદર્શન સહિતના આયોજન અંગે માહિતી મેળવી જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા. 
મુળી ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં દેશભક્તિની થીમ સાથે વિવિધતામાં એકતાની ઝલક જોવા મળે તે રીતે વિશેષ સાંસ્કૃત્તિક કૃત્તિ પણ રજૂ થશે. આ ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા પરેડ અને વિવિધ કચેરીઓ દ્વારા ટેબ્લો નિદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. નિવાસી અધિક કલેક્ટરશ્રી રાજેન્દ્ર ઓઝાએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી માટે જરુરી સૂચન કર્યા હતા. 
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેશ તન્ના, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉ.ગિરીશ પંડ્યા, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top